સામગ્રી :
1. 1 વાટકી મગની ફોતરાવાળી દાળ
2. 4 ચમચા ઉગાડેલા મગ
3. આદું -મરચાં -લસણ ની પેસ્ટ
4. મીઠું
5. ઇનો કે ખાવાનો સોડા ચમચી
6. લીંબુ નો રસ
7. તલ
8. અનાર ના દાણા અને આચાર મસાલા ગાર્નિશિંગ માટે

બનાવવાની રીત :

મગની ફોતરાવાળી દાળ ને 4 કલાક પલાળવી. પાણી નિતારીને જરૂર મૂજબ આદુ-મરચાં -લસણ નાખી ખીરું તૈયાર કરવું। ખીરામાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ નાખી બરાબર હલાવવું। વાઘરીયામાં થોડું તેલ લઇ લીમડો,રાઈ , હિંગ અને તલ નાંખી વઘાર તૈયાર કરી ખીરામાં નાખી દેવો। ઈડલી મૂકતી વખતે 1 ચપટી ખાવાનો સોડા કે ઇનો નાખી બરાબર હલાવી 10 મિનિટ ઢાંકી ને મૂકી રાખવું। તૈયાર કરેલા ઉગાડેલાં મગ નાખી બરાબર મિક્સ કરી લેવું।

પ્રિ-હિટ કરેલ ઈડલી સ્ટેન્ડ માં ઈડલી મૂકી ઉપર તલ ભભરાવી દેવા અને 20 મિનિટ માટે ઢાંકણું બંધ કરી દેવું।ગેસ બંધ કર્યા બાદ 10 મિનિટ પછી ઢાંકણું ખોલીને ચપ્પુ કે ચમચી થી ઈડલી કાઢી લેવી। મરચા પીસ કરીને કટ કરી પ્લેટ માં ગોઠવી ઉપર ડેકોરેશન માટે કોથમીરની ચટણી , ગળી ચટણી , ઝીણી સેવ, દાડમના દાણા, આચાર મસાલો, વગેરે થી ડેકોરેશન કરવું।

બાળકોથી લઇ અબાલ-વૃદ્ધ સૌની માનીતી ડાએટ, હેલ્થી, ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર ઈડલી ચાટની મઝા માણો।

(Visited 855 times, 1 visits today)